Download
the gujarati
font
 
   અમારો પરિચય     ઉપયોગી માહિતી     વારંવાર પુછાતા પ્રશ્નો     નાણાકીય શિક્ષણ     ફરિયાદો   અન્ય લીંક  વધારાની પ્રવૃત્તિ 
����� >> >��������۾��� - ���"����
Note : To obtain an aligned printout please download the (106.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 30/06/2016
કુદરતી આફતોથી પ્રભાવિત ક્ષેત્રોમાં બેકો દ્વારા રાહત ઉપાયો માટે માર્ગદર્શિકાઓ – વીમા રકમનો ઉપયોગ

ભારિબેં/2015-2016/436
નાસવિવિ.સં.એફએસડી.બીસી.27/05.10.001/2015-16

30 જુન 2016

અધ્યક્ષ / પ્રબંધક નિર્દેશક / મુખ્ય કાર્યપાલક અધિકારી
[બધી જ અનુસૂચિત વાણિજ્ય બેંકો (ક્ષેત્રીય ગ્રામીણ બેંકોને બાકાત રાખતા)]

મહોદય / મહોદયા,

કુદરતી આફતોથી પ્રભાવિત ક્ષેત્રોમાં બેકો દ્વારા રાહત ઉપાયો માટે માર્ગદર્શિકાઓ –
વીમા રકમનો ઉપયોગ

તારીખ 01 જુલાઈ 2015 નો માસ્ટર પરિપત્ર નાસવિવિ.સં.એફએસડી.બીસી. 01/05.10.001/2015-16 નો પેરા 6.13 અનુસાર બેંકોથી એમ અપેક્ષિત છે કે તેઓ કુદરતી આફતોથી પ્રભાવિત ક્ષેત્રોમાં ઋણોની પુન:સંરચના કરતી વખતે જે કિસ્સાઓમાં તેમને ઉધારકર્તાઓને નવા ઋણ પ્રદાન કરેલા છે, તે ‘પુન:સંરચિત ખાતાઓ (restructured accounts)’ ના કિસ્સામાં વીમા કંપનીથી પ્રાપ્ત, વીમાની રકમ, જો કોઈ હોય, તો તેને સમાયોજિત (adjust) કરે.

2. કુદરતી આફતોથી પ્રભાવિત ક્ષેત્રોમાં ખેડૂતો દ્વારા અનુભવવામાં આવતી કઠિનાઈઓને જોતા બેંકોને સૂચિત કરવામાં આવે છે કે તેઓ ખેડૂતોની સાથે સહાનુભૂતી સાથે કામ કરે અને જે કિસ્સાઓમાં દાવા પ્રાપ્ત થવાનું નિશ્ચિત છે તે કિસ્સાઓમાં વીમા દાવાઓની પ્રાપ્તિની પ્રતીક્ષા કર્યા વગર ઋણની પુન:સંરચના કરવા માટે અને નવું ઋણ પ્રદાન કરવા પર વિચાર કરે.

ભવદીયા

(ઉમા શંકર)
મુખ્ય મહાપ્રબંધક

 
  ���������� �������� ������, �۾�۾� ���� ���۵���

��۾� �������� : �ۈ�-5 ���� ���������, 1024x768 ������������۶۾���