Download
the gujarati
font
 
   અમારો પરિચય     ઉપયોગી માહિતી     વારંવાર પુછાતા પ્રશ્નો     નાણાકીય શિક્ષણ     ફરિયાદો   અન્ય લીંક  વધારાની પ્રવૃત્તિ 
����� >> >��������۾��� - ���"����
Note : To obtain an aligned printout please download the (275.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 01/09/2015
તત્કાળ સકળ ચૂકવણી (RTGS) ની સમય વિંડોમાં ફેરફાર

ભારિબેં/2015-2016/168
ડીપીએસએસ (સીઓ) આરટીજીએસ ક્ર.492/04.04.002/2015-16

01 સપ્ટેમ્બર 2015

આરટીજીએસમાં સહભાગીઓના
અધ્યક્ષ / પ્રબંધ નિર્દેશક / મુખ્ય કાર્યપાલક અધિકારી

મહોદયા / મહોદય,

તત્કાળ સકળ ચૂકવણી (RTGS) ની સમય વિંડોમાં ફેરફાર

“01 સપ્ટેમ્બરથી બીજા તેમજ ચોથા શનિવારોએ બેંક રજા; ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકોને કાર્ય-દિવસવાળા શનિવારોએ આપવામાં આવનાર સમર્થક સેવાઓ” વિષેના ભારતીય રિઝર્વ બેંકના તારીખ 28 ઓગષ્ટ 2015 ના પ્રેસ પ્રકાશન ક્રમ 2015-2016/528 નો સંદર્ભ આવકાર્ય છે.

2. તે મુજબ, તત્કાળ સકળ ચૂકવણી (RTGS) બીજા તેમજ ચોથા શનિવારના રોજ પરિચાલિત કરવામાં નહીં આવે પણ કાર્ય-દિવસવાળા શનિવારોના રોજ આખા દિવસ માટે પરિચાલિત રહેશે. જેનું પ્રસંસ્કરણ બીજા તેમજ ચોથા શનિવારના રોજ કરવાનું થાય છે તેવા મૂલ્ય તારીખ સાથેના ભાવિ મૂલ્ય દિનાંકિત વ્યવહારો તત્કાળ સકળ ચૂકવણી (RTGS) હેઠળ કરવામાં આવશે નહી.

3. 01 સપ્ટેમ્બર 2015 થી આરટીજએસ ટાઈમ વિંડો નીચે મુજબ રહેશે

ક્રમાંક ઘટના મહિનાના બીજા અને ચોથા શનિવાર સિવાયના શનિવાર સહિતના નિયમિત દિવસો
1. કારોબાર માટે ખૂલશે 08.00 વાગ્યે
2. પ્રારંભિક કટ-ઓફ (ગ્રાહક વ્યવહારો) 16.30 વાગ્યે
3. અંતિમ કટ-ઓફ (બેંકો મધ્યેના વ્યવહારો) 19.45 વાગ્યે
4. આઈડીએલ રીવર્સલ (IDL Reversal) 19.45 વાગ્યા થી 20.00 વાગ્યા સુધી
5. દિવસનો અંત 20.00 વાગ્યે

4. આ પરિપત્ર ચૂકવણી અને સમાધાન અધિનિયમ, 2007ની કલમ 10(2) અંતર્ગત જારી કરવામાં આવેલ છે.

5. કૃપા કરીને સ્વીકૃતિ અંગેની પહોંચ પાઠવશો.

ભવદીય,

નિલિમા રામટેકે
મહા પ્રબંધક

 
  ���������� �������� ������, �۾�۾� ���� ���۵���

��۾� �������� : �ۈ�-5 ���� ���������, 1024x768 ������������۶۾���