Download
the gujarati
font
 
   અમારો પરિચય     ઉપયોગી માહિતી     વારંવાર પુછાતા પ્રશ્નો     નાણાકીય શિક્ષણ     ફરિયાદો   અન્ય લીંક  વધારાની પ્રવૃત્તિ 
 ¼ÛéêÝïõ•Û
 ¾Ûä®ùÛ
 ÜÈÛþéùÉÛà ¾Ûä®ùÛ
 ÍÛÁõïõÛÁõà ÜÍÛîýÛäÜÁõܤø›÷ ¼Û›ÛÁõ
 …é¶Û¼Ûà…éºõÍÛàÍÛ
 ½Ûä•Û©ÛÛ¶Û ¸Ûó¨ÛÛÅÛà
ÐüÛé¾Û >> ÈÛÛÁ×õÈÛÛÁõ ¸ÛäTöÛ©ÛÛ ¸ÛóʶÛÛé - Display
Date: 02/09/2016
આપના ગ્રાહકને ઓળખો – કેવાયસી માર્ગદર્શિકાઓ

(સપ્ટેમ્બર 02, 2016 સુધી અપડેટ કરવામાં આવેલી છે.)

પ્ર. 1 કેવાયસી શું છે? તે કેમ જરૂરી છે?

ઉત્તર: કેવાયસીનો અર્થ છે “આપના ગ્રાહકને ઓળખો”. આ એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા બેંક ગ્રાહકોની ઓળખાણ અને સરનામાને લગતી માહિતી પ્રાપ્ત કરે છે. આ પ્રક્રિયાથી એ બાબત સુનિશ્ચિત કરી શકાય છે બેંકો દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓનો દુરુપયોગ તો નથી થઈ રહ્યો ને. ખાતુ ખોલતી વખતે બેંકો દ્વારા કેવાયસી સંબંધિત ક્રિયાવિધિ પૂરી કરવાની હોય છે. બેંકોની પાસેથી એ અપેક્ષિત છે કે તે તેના ગ્રાહકો સંબંધિત કેવાયસીની વિગતોને સમયે સમયે અપડેટ કરતી રહે.

પ્ર. 2 બેંક ખાતુ ખોલાવવા માટે કેવાયસી સંબંધિત શું શું જરૂરિયાતો હોય છે?

ઉત્તર: બેંક ખાતુ ખોલાવવા માટે અરજદારે તેના તાજેતરના ફોટોગ્રાફ સાથે ‘ઓળખનો પુરાવો તથા સરનામાનો પુરાવો’ આપવો જરૂરી છે.

પ્ર. 3 ‘ઓળખના પુરાવા’ અને ‘સરનામાના પુરાવા’ ના રૂપમાં કયા કયા દસ્તાવેજ રજૂ કરવાના હોય છે?

ઉત્તર: ભારત સરકારે ઓળખના પુરાવા માટે ‘આધિકારીક રૂપે માન્ય દસ્તાવેજો’ (Officially Valid Documents - OVD)ના રૂપમાં છ દસ્તાવેજોને અધિસૂચિત કરેલા છે આ છ દસ્તાવેજ છે, પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાઇસંસ, મતદાતા ઓળખ પત્ર, પાન કાર્ડ, ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકારી (યૂઆઈડીએઆઈ) દ્વારા બહાર પાડવામાં આવેલ આધાર કાર્ડ અને નરેગા જૉબ કાર્ડ. તમારે આ દસ્તાવેજોમાંથી કોઈ પણ એક દસ્તાવેજ ઓળખના પુરાવા રૂપે રજૂ કરવો આવશ્યક છે. જો આ દસ્તાવેજોમાં તમારા સરનામાનું વર્ણન છે, તો તેને ‘સરનામાના પુરાવા’ ના રૂપમાં પણ સ્વીકારવમાં આવશે. જો તમારા દ્વારા રજૂ કરવામાં આવેલ ઓળખના પુરાવામાં સરનામાનું વર્ણન આપવામાં ન આવ્યું હોય તો તમારે બીજો એક અન્ય આધિકારીક રૂપથી માન્ય એવો દસ્તાવેજ રજૂ કરવો પડશે જેમાં સરનામાનું વર્ણન આપવામાં આવ્યું હોય.

પ્ર. 4 જો મારી પાસે ‘ઓળખના પુરાવો’ દર્શાવતા ઉપર જણાવેલા સૂચીબદ્ધ દસ્તાવેજોમાંથી કોઈ પણ દસ્તાવેજ ન હોય, તોપણ હું બેંક ખાતુ ખોલાવી શકું છું?

ઉત્તર: હા. આપ તો પણ ‘લઘુ ખાતા’ ના રૂપમાં ખાતુ ખોલાવી શકો છો. તેના માટે આપે આપનો નવો જ ફોટોગ્રાફ રજૂ કરવો પડશે અને બેંક કર્મચારીની હાજરીમાં હસ્તાક્ષર કરવાના રહેશે અથવા અંગૂઠાનું નિશાન લગાવવાનું રહેશે.

પ્ર. 5 શું આવા ‘લઘુ ખાતા’ અને અન્ય ખાતા વચ્ચે કોઈ અંતર છે?

ઉત્તર: હા. ‘લઘુ ખાતા’ની કેટલીક મર્યાદાઓ છે જે નીચે પ્રમાણે છે.

  • આવા ખાતામાં જમા રકમ કોઈ પણ સમયે રૂા. 50,000 થી વધુ ન હોવી જોઈએ.

  • એક વર્ષમાં કુલ જમા થયેલી રકમ રૂા. 1,00,000 થી વધુ ન હોવી જોઈએ.

  • એક મહિનામાં ઉપાડ અને જમાના વ્યવહારો મળીને કુલ રૂા. 10,000 થી વધારે ન થવા જોઈએ.

  • આવા ખાતામાં વિદેશથી આવતા વિપ્રેષણ (remittance) જમા નહીં થઈ શકે.

આવા ખાતા શરૂઆતમાં બાર મહિના માટે પરિચાલિત રહેશે અને ત્યારબાદ, જો આવો ખાતાધારક ખાતુ ખોલવાના બાર મહિનાની અંદર બેંક સમક્ષ એ બાબતનો અંગેનો પુરાવો રજૂ કરે કે પોતે આધિકારિક રૂપથી માન્ય એવા દસ્તાવેજ માટે અરજી કરી છે, તો આવા ખાતાની અવધિ આગળના બાર મહિના માટે વધારી શકાસે.

પ્ર. 6 જો મારી પાસે આધિકારિક રૂપથી માન્ય એવો કોઈ દસ્તાવેજ ન હોય, તો પણ શું એ શક્ય છે કે હું એક બેંક ખાતુ ખોલાવી શકું કે જે લઘુ બચત ખાતાની જેમ કોઈ મર્યાદાને આધિન ન હોય?

ઉત્તર: ઓળખના પુરાવા (Proof of Identity – POF) ના રૂપમાં નીચે જણાવેલ દસ્તાવેજોમાંથી કોઈ પણ એકની નકલ રજૂ કરીને એક સામાન્ય ખાતુ ખોલાવી શકાય છે.

(i) કેન્દ્ર/રાજ્ય સરકારના વિભાગો, સાંવિધિક/નિયામક સત્તાતંત્રો, સાર્વજનિક ક્ષેત્રના સાહસો, અનુસૂચિત વાણિજ્યિક બેંકો તેમજ સાર્વજનિક નાણાકીય સંસ્થાઓ દ્વારા વ્યક્તિનો જારી કરવામાં આવેલ ફોટોગ્રાફ સાથેનું ઓળખ પત્ર

અથવા

(ii) વ્યક્તિના વિધિવત અભિપ્રમાણિત ફોટોગ્રાફ સહિત રાજપત્રીય અધિકારી દ્વારા જારી કરવામાં આવેલ પત્ર.

સરનામાના પુરાવા માટે (Proof of Address – POA) માટે આપ નીચેના દસ્તાવેજ રજૂ કરી શકો છો:

(i) કોઈ સેવા પ્રદાતા (વિજળી, દૂરભાષ, પોષ્ટ પેઈડ મોબાઇલ ફોન, પાઈપ્ડ ગેસ, પાણીનું બીલ) નું વપરાશ બિલ, જે બે મહિનાથી વધારે જૂનું ના હોય;

(ii) સંપત્તિ અથવા મ્યુનિસિપલ કરની રસિદ;

(iii) બેંક ખાતાનું અથવા પોષ્ટ ઑફિસ બચત ખાતાનું ખાતા વિવરણ (account statement);

(iv) સરકારી વિભાગો અથવા સાર્વજનિક ક્ષેત્રના સાહસો દ્વારા સેવાનિવૃત્ત કર્મચારીઓને જારી કરવામાં આવેલ પેન્શન અથવા પરિવાર પેન્શન ચૂકવણી આદેશ (પીપીઓ), જો તેમાં સરનામું આપવામાં આવ્યું હોય તો;

(v) રાજ્ય/કેન્દ્ર સરકારના વિભાગો, સાંવિધિક અથવા નિયામક સંસ્થાઓ, સાર્વજનિક ક્ષેત્રના સાહસો, અનુસૂચિત વાણિજ્યિક બેંકો અને સાર્વજનિક નાણાકીય સંસ્થાઓ અથવા કંપનીઓ દ્વારા તેમના કર્મચારીઓને જારી કરવામાં આવેલા રહેઠાણ અંગેનો ફાળવણી પત્ર. એજ પ્રમાણે, શાસકીય રહેઠાણની ફાળવણીના હેતુથી આવા રોજગારદાતા સાથે કરવામાં આવેલા લીવ અને લાઇસંસ કરાર; અને

(vi) વિદેશી ક્ષેત્રાધિકારવાળા સરકારી વિભાગો દ્વારા જારી કરવામાં આવેલ દસ્તાવેજ અથવા ભારતમાં વિદેશી દૂતાવાસ યા મિશન દ્વારા જારી કરવામાં આવેલ પત્ર.

પણ, આ સામાન્ય નિયમ નથી, અને કયા ગ્રાહકના સંબંધમાં આ સરળ પ્રક્રિયા અપનાવી શકાય છે, તેનો નિર્ણય બેંકોના વિવેક પર છોડી દેવામાં આવ્યો છે.

પ્ર. 7 જો મારા નામમાં પરિવર્તન થયું હોય અને નવા નામ પર મારી પાસે કોઈ આધિકારિક રૂપથી દસ્તાવેજ ન હોય, તો હું કેવી રીતે ખાતુ ખોલાવી શકું?

ઉત્તર: એવી વ્યક્તિઓના કિસ્સામાં કે જેમણે વિવાહ અથવા અન્ય કારણોને લઈને તેમના નામમાં પરિવર્તન કરેલું છે, તેમણે ખાતુ ખોલાવતી વખતે, પહેલાના નામ સંબંધિત ‘આધિકારિક રૂપથી માન્ય દસ્તાવેજ’ ની પ્રમાણિત નકલની સાથે રાજ્ય સરકાર દ્વારા જારી લગ્ન પ્રમાણપત્ર અથવા રાજપત્ર અધિસૂચના જેમાં નામમાં કરવામાં આવેલો ફેરફાર દર્શાવવામાં આવ્યો હોય, તે રજૂ કરવાનું રહેશે.

પ્ર. 8 પોતાના ગ્રાહકોને જોખમ મૂલ્યાંકનના આધારે વર્ગિકૃત કરવા એ શું બેંકો માટે આવશ્યક છે?

ઉત્તર: હો, બેંકોએ તેમના એએમએલ જોખમ મૂલ્યાંકનના આધાર પર પોતાના ગ્રાહકોને ‘નિમ્ન’, ‘મધ્યમ’ અને ‘ઉચ્ચ’ જોખમ શ્રેણીઓમાં વર્ગીકૃત કરવા જોઈએ.

પ્ર. 9 શું બેંકો આ જોખમ વર્ગીકરણની બાબતમાં તેના ગ્રાહકોને સૂચિત કરે છે?

ઉત્તર: ના.

પ્ર. 10 જો હું ખાતુ ખોલાવવા માટે મારી બેંક દ્વારા માગવામાં આવેલા કેવાયસી દસ્તાવેજ તેમને આપવાની ના પાડું તો તેનું શું પરિણામ આવી શકે છે?

ઉત્તર: જો આપ કેવાયસી માટે આવશ્યક દસ્તાવેજ બેંકને ઉપલબ્ધ નથી કરાવી શકતા તો બેંક આપનું ખોલવા માટે અસમર્થ રહેશે.

પ્ર. 11 શું હું ફક્ત આધાર કાર્ડ દ્વારા બેંક ખાતુ ખોલાવી શકું છું?

ઉત્તર: હા, આધાર કાર્ડને ઓળખ તેમજ સરનામું, બંનેના પ્રમાણ તરીકે ગણવામાં આવે છે.

પ્ર. 12 શું ખાતુ ખોલાવવા માટે આધાર કાર્ડ રજૂ કરવું ફરજિયાત છે?

ઉત્તર: ના. આપ આધાર કાર્ડ અથવા અન્ય પાંચ આધિકારિક રૂપથી માન્ય એવા દસ્તાવેજોમાંથી કોઈ એક દસ્તાવેજ આપી શકો છો.

પ્ર. 13 ઈ-કેવાયસી શું છે? ઈ-કેવાયસી કેવી રીતે કામ કરે છે?

ઉત્તર: ઈ-કેવાયસીનો અર્થ છે ઇલેક્ટ્રોનિક કેવાયસી.

ઈ-કેવાયસી કેવળ એ લોકો માટે જ શક્ય છે જેની પાસે આધાર સંખ્યા છે. ઈ-કેવાયસી સુવિધાનો લાભ ઉઠાવવા માટે આપે ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકારી (યૂઆઈડીએઆઈ)ને સ્પષ્ટ સંમતિ દ્વારા અધિકૃત કરવાની રહેશે કે તે બાયોમેટ્રિક અધિપ્રમાણન દ્વારા આપની ઓળખ / સરનામુ આપની બેંક / કારોબાર પ્રતિનિધિ (બીસી) ને મોકલે. ત્યારબાદ, યૂઆઈડીએઆઈ આપનો ડેટા, જેમાં આપનું નામ, ઉંમર, લિંગ અને ફોટોગ્રાફ શામેલ છે, બેંકને ઇલેકટ્રોનિક રૂપમાં મોકલી આપે છે. ઈ-કેવાયસી પ્રક્રિયા દ્વારા આવી રીતે ઉપલબ્ધ કરાવવામાં આવેલી માહિતીને પીએમએલ નિયમો અંતર્ગત એક “આધિકારિક રૂપથી માન્ય દસ્તાવેજ” માનવાની અનુમતિ છે અને કેવાયસી ચકાસણી કરવા માટેની એક માન્ય પ્રક્રિયા છે.

પ્ર. 14 શું બેંક ખાતુ ખોલાવવા પરિચય આપવો આવશ્યક છે?

ઉત્તર: ના, પરિચયની આવશ્યકતા નથી.

પ્ર. 15 અગર હું હાલમાં ચેન્નાઈમાં રહું છું અને મારા સરનામાના પુરાવામાં દિલ્હીનું સરનામુ છે, તો પણ હું ચેન્નાઈમાં ખાતુ ખોલાવી શકું છું?

ઉત્તર: હા. આપ ચેન્નાઈમાં ખાતુ ખોલાવી શકો છો, ભલે આપના “આધિકારિક રૂપથી માન્ય દસ્તાવેજ” માં નવી દિલ્હીનું સરનામું હોય અને આપની પાસે આપના ચેન્નાઈના સરનામાનો કોઈ પુરાવો ન હોય. આ પરિસ્થિતિમાં આપ આપના નવી દિલ્હીના સરનામાવાળા “આધિકારિક રૂપથી માન્ય દસ્તાવેજ” અને પત્રાચાર માટે ચેન્નાઈના સરનામાનું ઘોષણાપત્ર જમા કરાવી શકો છો.

પ્ર. 16 શું હું મારું વર્તમાન બેંક ખાતુ એક જગ્યાએથી બીજી જગ્યાએ તબદીલ કરી શકું છું? શું મારે બધી જ કેવાયસી પ્રક્રિયા ફરીથી કરવી પડશે?

ઉત્તર: એક જ બેંકની એક શાખામાંથી બીજી શાખામાં ખાતાને તબદીલ કરવાનું શક્ય છે. આવી તબદીલી માટે ફરીથી કેવાયસી પ્રક્રિયા કરવાની કોઈ આવશ્યકતા નથી. જો કે, સરનામામાં જો ફેરફાર થતો હોય તો આપે વર્તમાન સરનામા માટે એક ઘોષણાપત્ર જમા કરાવવાનું રહેશે. જો સરનામાના પુરાવાના રૂપમાં જમા કરાવવામાં આવેલો “આધિકારિક રૂપથી માન્ય દસ્તાવેજ” માં દર્શાવેલું સરનામું જો હવે તમારુ કાયદેસરનું સરનામું ન હોય (અર્થાત્ નથી તે આપનું સ્થાયી સરનામું કે નથી વર્તમાન સરનામું), તો આપે છ મહિનાની અંદર સરનામાના પુરાવા માટે “આધિકારિક રૂપથી માન્ય એવો દસ્તાવેજ” જમા કરાવવો પડશે, જેની ઉપર આપનું નવુ વર્તમાન સરનામુ યા સ્થાયી સરનામું હશે. તેમ છતાં, કોઈ અન્ય બેંકમાં જો આપ ખાતુ ખોલાવશો તો આપે નવેસરથી જ કેવાયસી પ્રક્રિયા પૂરી કરવી પડશે.

પ્ર. 17 મેં ઓળખ તેમજ સરનામાના પુરાવા રૂપે દસ્તાવેજ પહેલા આપ્યા હોય તો પણ દરેક નવુ ખાતુ ખોલાવતી વખતે મારે કેવાયસી દસ્તાવેજો નવેસરથી આપવા પડશે?

ઉત્તર: ના, જો આપે બેંકમાં કેવાયસી અનુપાલિત (‘લઘુ ખાતા’ સિવાયના) ખાતુ ખોલાવ્યુ હશે, તો બેંકમાં બીજુ ખાતુ ખોલાવવા માટે કેવાયસી દસ્તાવેજ ફરીથી આપવાની આવશ્યકતા નથી.

પ્ર. 18 કેવા બેંકિંગ લેણ-દેણના વ્યવહારોમાં મારે પાન નંબરનો ઉલ્લેખ કરવાની આવશ્યકતા છે?

ઉત્તર: પાન નંબરનો ઉલ્લેખ ખાતુ ખોલવા, રૂા. પ0,000/- થી વધુ લેણદેણના વ્યવહારો (રોકડ હોય કે રોકડ સિવાયના) માટે આવશ્યક છે. પાન નંબરનો ઉલ્લેખ કરવો જે લેણદેણ પ્રક્રિયાઓમાં આવશ્યક છે, તેની સમગ્ર સૂચી આયકર વિભાગની વેબસાઇટ પર નીચે જણાવેલ URL થી મેળવી શકાય છે.

http://www.incometaxindia.gov.in/_layouts/15/dit/pages/viewer.aspx?grp=rule&cname=CMSID&cval=103120000000007541&searchFilter=&k=114b&IsDlg=0

પ્ર. 19 શું કેવાયસી ક્રેડિટ/ડેબિટ કાર્ડ માટે લાગૂ છે?

ઉત્તર: હા. ક્રેડિટ/સ્માર્ટ કાર્ડ માટે અને એડ-ઑન / પૂરક કાર્ડો માટે પણ કેવાયસી પ્રક્રિયા આવશ્યક છે. જો કે, ડેબિટ કાર્ડ ખાતાધારકોને જારી કરવામાં આવે છે અને ખાતુ આવશ્યક કેવાયસી પ્રક્રિયા પૂરી કર્યા બાદ જ ખોલવામાં આવે છે, આથી ડેબિટ કાર્ડ જારી કરવા માટે અલગથી કેવાયસીની જરૂર હોતી નથી.

પ્ર. 20 મારી પાસે બેંક ખાતુ નથી પણ મારે નાણા મોકલવા છે. શું મને કેવાયસી લાગૂ પડશે?

ઉત્તર: હા. કેવાયસી પ્રક્રિયા બધા જ વિદેશી-પ્રેષણો (foreign remittances) એટલે કે વિદેશમાં ધન મોકલવાના બધા જ વ્યવહારો માટે તેમજ બધા જ ઘરેલૂ પ્રેષણો એટલે કે દેશની અંદર, એક જગ્યાએથી બીજી જગ્યાએ રૂા. 50,000/- અને તેથી વધુ મોકલાવવાના બધા જ વ્યવહારો માટે જરૂરી છે.

પ્ર. 21 શું હું રોકડા રૂપિયા આપીને ડીમાન્ડ ડ્રાફ્ટ / પે ઓર્ડર / ટ્રાવેલર્સ ચેક ખરીદી શકુ છું?

ઉત્તર: હા, રૂા. 50000/- થી ઓછા મૂલ્યના ડીમાન્ડ ડ્રાફ્ટ / પે ઓર્ડર / ટ્રાવેલર્સ ચેક રોકડા આપીને ખરીદી શકાય છે, પરંતુ રૂા. 50000/- અને તેથી વધુ રકમના વ્યવહાર માટે ફક્ત ગ્રાહકોના ખાતાને ડેબિટ કરીને અથવા ચેક દ્વારા જ કરી શકાય છે.

પ્ર. 22 શું મારે બેંકોને ત્રીજા પક્ષના ઉત્પાદનો (જેવા કે વીમો, મ્યુચ્યુઅલ ફંડ વિગેરે) ખરીદતી વખતે કેવાયસી દસ્તાવેજો રજૂ કરવાની આવશ્યકતા છે?

ઉત્તર: હા, જો લેણ-દેણની રકમ 50000/- રૂપિયા અને તેનાથી વધુ હોય તો આવા બધા જ ગ્રાહકો, જેમના બેંકમાં ખાતા નથી (જેને વૉક-ઇન કસ્ટમર કહેવામાં આવે છે), તેમણે ત્રીજા પક્ષના ઉત્પાદનો ખરીદતી વખતે ઓળખ તેમજ સરનામાના પુરાવા રજૂ કરવાના રહેશે. બેંકના પોતાના ગ્રાહકો દ્વારા ત્રીજા પક્ષના ઉત્પાદનો ખરીદવા માટે કેવાયસી પ્રક્રિયાની આવશ્યકતા નથી. તેમ છતાં, ભંડોળનું વિપ્રેષણ (remittance of funds) / યાત્રી ચેક જારી કરવા, સુવર્ણ / ચાંદી / પ્લેટીનમના વેચાણ વિ. માટે ગ્રાહકનું ખાતુ ડેબિટ કરવા અથવા ચેક દ્વારા ચૂકવણી કરવા તેમજ રૂા. 50,000 અને તેનાથી વધુ મૂલ્યના લેણ-દેણના વ્યવહારો માટે પાન નંબરનો ઉલ્લેખ કરવાનો અનુદેશ, બેંકથી ત્રીજા પક્ષના ઉત્પાદનો ખરીદવાવાળા બેંકના પોતાના ગ્રાહકો તથા વૉક ઇન ગ્રાહકોને પણ લાગૂ પડશે.

પ્ર. 23 મારા દ્વારા ખાતુ ખોલાવવા સમયે કેવાયસીની સંપૂર્ણ પ્રક્રિયા પૂરી કરવામાં આવી હતી. મારી બેંક ફરીથી કેમ કેવાયસી પ્રક્રિયા કરવા માટે આગ્રહ કરી રહી છે?

ઉત્તર: બેંકો દ્વારા નિયમિત રૂપથી કેવાયસી રેકોર્ડને અપડેટ થવા જોઈએ. બેંક ખાતા સંબંધી બેંકોએ યોગ્ય પ્રકારની સાવધાની રાખવાની તેમની પ્રક્રિયાનો જ આ એક ભાગ છે. બેંક દ્વારા કરવામાં આવેલા જોખમ વર્ગીકરણના આધાર પર અલગ અલગ ખાતા સંબંધિત કેવાયસી રેકોર્ડને અપડેટ કરવાની અવધિ અલગ અલગ હોય છે. ગ્રાહકોના ખાતામાં થતી ઠગાઈની ઘટનાઓને રોકવા માટે પણ કેવાયસી રેકોર્ડનું સામયિક અપડેશન સહાયક થાય છે.

પ્ર. 24 કેવાયસીના સામયિક અપડેશન સંબંધિત નિયમો શું છે?

ઉત્તર: બેંક દ્વારા કરવામાં આવેલા જોખમના અવધારણના આધાર પર દરેક ગ્રાહકના કેવાયસી રેકોર્ડને અપડેટ કરવા માટે વિભિન્ન સમયગાળો નક્કી કરવામાં આવે છે. ઉચ્ચ જોખમવાળા ગ્રાહકો માટે ઓછામાં ઓછું બે વર્ષમાં એક વાર, મધ્યમ જોખમવાળા ગ્રાહકો માટે આઠ વર્ષમાં એક વાર તથા અલ્પ જોખમવાળા ગ્રાહકો માટે દસ વર્ષમાં એક વાર કેવાયસી પ્રક્રિયા કરવી આવશ્યક છે. સામાન્ય રીતે ખાતુ ખોલાવતી વખતે કરવામાં આવતી બધી જ ઔપચારિકતાઓ આ પ્રક્રિયામાં પણ શામેલ કરવામાં આવે છે. 'નિમ્ન જોખમ' ના રૂપમાં વર્ગીકૃત કરવામાં આવેલા ગ્રાહકોના સંબંધમાં પણ કેવાયસી રેકોર્ડને અપડેટ કરવાની પ્રક્રિયા કરવામાં આવે છે. પણ, જો આવા ગ્રાહકોની ઓળખ (નામ આદિમાં) અને/અથવા સરનામાની સ્થિતિમાં કોઈ પરિવર્તન થયું ન હોય તો સામયિક અપડેશન વખતે આવા પ્રકારના ગ્રાહકો પાસેથી "સ્થિતિમાં કોઈ પરિવર્તન નથી", એ પ્રકારનું એક સ્વયં પ્રમાણપત્ર લઈ શકાય છે. બેંક આવા પ્રકારના ગ્રાહકો પાસેથી સામયિક અપડેશનને માટે આધિકારિક રૂપથી માન્ય એવા દસ્તાવેજોની નકલો રજૂ કરવામાંથી પણ છૂટ આપી શકે છે.

જો આવા પ્રકારના નિમ્ન જોખમવાળા ગ્રાહકોના સરનામામાં પરિવર્તન થયેલું હોય તો તેઓ દસ્તાવેજોની પ્રમાણિત નકલો માત્ર મેલ/પોષ્ટ વિગેરે દ્વારા રજૂ કરી શકે છે. સામયિક અપડેશનના સમયે આ પ્રકારના નિમ્ન જોખમવાળા ગ્રાહકો દ્વારા તેમની વ્યક્તિગત હાજરી હોવી જરૂરી નથી.

સગરી ગ્રાહકો પુખ્ત થતાં તેઓ દ્વારા નવો ફોટોગ્રાફ રજૂ કરવાનો રહેશે.

પ્ર. 25 જો હું સામયિક અપડેશનના સમયે કેવાયસી દસ્તાવેજ રજૂ નહીં કરું તો શું થશે?

ઉત્તર: સામયિક અપડેશનના સમયે જો આપ કેવાયસી દસ્તાવેજ રજૂ નહીં કરો તો બેંકની પાસે આપનુ ખાતું બંધ કરવાનો વિકલ્પ છે. તેમ છતાં, બેંક ખાતુ બંધ કરતા પહેલા, આપને ખાતુ બંધ કરીને આપની બધી જમા રકમ પ્રાપ્ત કરવા માટેનો વિકલ્પ આપીને "આંશિક ફ્રિઝિંગ" (અર્થાત્ શરૂઆતમાં બધા જ ઉધાર વ્યવહાર રોકવા અને ફક્ત બધા જ પ્રકારના જમા વ્યવહારને અનુમતિ આપવી) લગાવી શકે છે. ત્યારબાદ, જમા વ્યવહારોને પણ અનુમતિ નહીં મળે. અલબત્ત, બેંક દ્વારા યોગ્ય નોટિસ આપ્યા બાદ જ "આંશિક ફ્રિઝિંગ" લગાવી શકાય છે.

પ્ર. 26 આંશિક ફ્રિંઝિંગ કેવી રીતે લાગૂ કરી શકાય છે?

ઉત્તર: આંશિક ફ્રિઝિંગ નીચે જણાવેલી રીતોથી લાગૂ કરી શકાય છે:

  • આંશિક ફ્રિઝિંગના વિકલ્પનો પ્રયોગ કરતા પહેલા બેંકોએ શરૂઆતમાં ગ્રાહકને ત્રણ મહિનાની યોગ્ય નોટિસ આપવાની હોય છે.

  • ત્યાર બાદ, વધુ ત્રણ મહિનાની અવધિ માટે એક સ્મરણ-પત્ર જારી કરવામાં આવશે.

  • ત્યારપછી, આવા ખાતાને બંધ કરવાની સ્વતંત્રતા સાથે, બેંક બધા જમા વ્યવહારોને અનુમતિ આપીને તેમજ બધા જ ઉધાર વ્યવહારો પર રોક લગાવીને આંશિક ફ્રિઝિંગ લાગૂ કરશે.

  • જો પ્રારંભિક આંશિક ફ્રિંઝિંગ લગાવ્યા બાદ છ મહિના સુધી પણ ખાતુ કેવાયસી અનુપાલિત ન થાય, તો બેંક આવા ખાતામાં બધા જ ઉધાર / ઉપાડ અને જમા વ્યવહારોની અનુમતિ નહીં આપે અને ખાતાને અપરિચાલિત ના રૂપમાં વર્ગીકૃત કરી દેવામાં આવશે.

આ દરમિયાન, ખાતાધારક કેવાયસી દસ્તાવેજ રજૂ કરીને ખાતાને ફરીથી ચાલુ કરાવી શકે છે.

 
  ½ÛÛÁõ©ÛàýÛ ÜÁõ¡öÈÛÙ ¼Ûíêïõ, ©Û¾ÛÛ¾Û Ðüïõ ÍÈÛÛµÛà¶Û

Š«Û¾Û þéù”ÛÛÈÛ : …Ûˆ†-5 …¶Ûé Š¸ÛÁõ¾ÛÛ×, 1024x768 ÁéõÍÛÛéÅýÛäÉÛ¶Û¾ÛÛ×